વાંકાનેર શહેર ખાતે રહેતા અને મંડપ સર્વિસનું કામ કરતા એક યુવાનને થોડા સમય અગાઉ સામસામે બાઇક અથડાતાં આરોપીઓ સાથે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી બે શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અમીતભાઈ ભરતભાઈ સોલંકી(રહે. દિવાનપરા, વાંકાનેર)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ કોળી અને રાહુલભાઈ વિજયભાઈ ઉઘરેજા (રહે. બંને વેલનાથપરા, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને થોડા સમય અગાઉ આરોપી સાથે સામસામે બાઇક અથડાતાં સામાન્ય અકસ્માત સર્જાયો હોય,
જેનો ખાર રાખી ફરિયાદી રામચોક ખાતે મંડપ સર્વિસનું કામ કરતા હોય, ત્યારે બંને આરોપીઓ ત્યાં આવી ફરિયાદી સાથે ઝપાઝપી કરી, ચાવી કિચનના નાના ચાકુથી શરીર પર ઇજા પહોંચાડી મારામારી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….