વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આવેલ તળાવ ઊંડા કરવાના કામ માટે તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને ભગવાનજીભાઈ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હોય, જે અનુસંધાને આજ રોજ વાંકાનેરના રાતડીયા ગામ ખાતે માન. કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના સિંચાઇ વિભાગના યાંત્રિક વિંગ દ્વારા મોરબી જિલ્લામાં પ્રથમ વખત રાજ્ય સરકાર સિંચાઈ વિભાગની મશીનરી થકી તળાવને ઊંડું કરવા અને પાળને મજબૂત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત જીજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું…
આ તકે ગામના તળાવની મજબૂતાઇમાં વધારો થાય અને તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થવાના કામનો શુભારંભ થતાં ગામ લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભગવાનજીભાઈ મેર, સરપંચ રાજુભાઈ મેર, ઉપસરપંચ નારણભાઈ જાપડા તથા ગામ આગેવાનો સાથે સમગ્ર ગામ લોકોએ રાજ્ય સરકાર, કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને શ્રીમતી જીજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD