મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આજે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ ખાતે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી…
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ અને હક પણ છે, જેથી દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીશ્રી રિઝવાન કોંઢિયા સહિત સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65