મોરબી જિલ્લામાંથી હજીયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી શનિવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા ખાતે સિવિલ હોસ્પિટલ-વાંકાનેર અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે….
આ કેમ્પમાં ફક્ત હજજ કમિટી ઓફ ઇન્ડીયા મારફતે હજયાત્રાએ જતાં હજયાત્રીઓ માટે શનિવારે સવારે 8 થી 1 દરમ્યાન મોહંમદી લોકશાળા ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાશે, જેમાં હજયાત્રીઓએ કવર નંબરનો લેટર તથા એક પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે લાવવાનો રહેશે તેવું આયોજકો દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65