ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના (અગ્નિવીર આર્મી) ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ૨૦૦૩ થી ૨૦૦૭ વચ્ચે જન્મેલા ધો.૮ થી ૧૨ પાસ યુવાનો અરજી કરી શકશે, યુવાનોએ આ માટે ભારતીય સેનાની ભરતી વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને આગામી તા. ૨૨ માર્ચ ૨૦૨૪ સુધીમાં અરજી કરવાની રહેશે….
આર્મીમાં અગ્નિવીર બનવા માટે ઉમેદવારોની ઉંમર 17.5 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, અગ્નિવીર જનરલ ડ્યુટી અને ટ્રેડ્સમેન માટે ધોરણ ૧૦ પાસ લાયકાત નિર્ધારિત છે. જ્યારે અગ્નિવીર ટેકનિકલ માટે, ગણિત-વિજ્ઞાન સાથે ધોરણ ૧૨ પાસ હોવું જોઈએ. અગ્નિવીર ક્લાર્ક માટે કોઈપણ વિષય સાથે ધોરણ ૧૨ પાસ હોવું આવશ્યક છે. જ્યારે અગ્નિવીર ટ્રેડ્સમેનની કેટલીક જગ્યાઓ માટે ધોરણ ૮ પાસ પણ નિયત લાયકાત છે…
આ ઉપરાંત, અગ્નિવીર ભરતી માટે શારીરિક લાયકાત પણ નિર્ધારિત કરવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ ક્ષેત્રોના ઉમેદવારો માટે ૧૬૨ સે.મી.થી ૧૭૦ સે.મી. (ભારતીય આર્મી અગ્નિવીરની ઊંચાઈ) સુધીની ઊંચાઈ જરૂરી છે. છાતીની ઓછામાં ઓછી પહોળાઈ ૭૭ સે.મી. હોવી જરૂરી છે…
યુવાનોએ ભરતી થવા માટે અરજી કેવી રીતે કરવાની…?
સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ Indianarmy.nic.in પર જાઓ. હવે ‘અગ્નિપથ’ વિકલ્પ પર ક્લિક કરો. જો તમે પહેલા નોંધણી કરાવી નથી, તો ‘નોંધણી’ વિકલ્પ પર ક્લિક કરો. જો તમે નોંધાયેલા છો, તો લોગ ઇન કરવા માટે તમારા વપરાશકર્તા ID નામ અને પાસવર્ડનો ઉપયોગ કરો. આપેલ સૂચનાઓ અને વિગતોને ધ્યાનથી વાંચો, અને પછી ‘ચાલુ રાખો’ પર ક્લિક કરો. નોંધણી પ્રક્રિયા દરમિયાન આપવામાં આવેલા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવશે. એકવાર નોંધણી પૂર્ણ થઈ જાય, એક નવું પૃષ્ઠ દેખાશે જેમાં ઉમેદવારો તેમની યોગ્યતા ચકાસી શકે છે…
આગળની પ્રક્રિયા માટેની યોગ્ય વિકલ્પ પસંદ કરી આગળ વધો અને તમારી વ્યક્તિગત માહિતી અને જરૂરી શૈક્ષણિક માહિતી સાથે અરજી ફોર્મ ભરો. એક સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ (JPG ફોર્મેટમાં 10 KB થી 20 KB) અને સ્કેન કરેલ સહી (JPG ફોર્મેટમાં 5 KB થી 10 KB) પણ અપલોડ કરો. ઓનલાઈન ફી સબમિટ કર્યા પછી અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. ભરતી માટે અરજી કરતા પહેલા નિર્ધારિત નિયમો અને શરતોને ધ્યાનપૂર્વક વાંચવા મોરબી રોજગાર અધિકારીશ્રી મનિષા સાવનિયાની યાદીમાં જણાવાયું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp