વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી પાથમીના આધારે વાંકાનેર તાલુકાના વીરપર ગામની શેરીમાં જુગારના બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા કુલ 11 પત્તા પ્રેમીઓને રોકડ રકમ રૂ. 22,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસના પ્રથમ દરોડામાં વીરપર ગામે દુધની ડેરીની બાજુમાં શેરીમાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). બુટાભાઈ મેરાભાઇ દેકાવાડિયા, ૨). ધનજીભાઈ વાલજીભાઈ દેકાવાડીયા, ૩). વનરાજભાઈ માધાભાઈ દેકાવડીયા, ૪). હિતેશભાઈ કરશનભાઈ ડાંગરોચા, ૫). સુનિલભાઈ ભગાભાઈ ડાંગરોચા અને ૬). સાગરભાઇ રમેશભાઈ ડાંગરોચાને રોકડ રકમ રૂ. 12,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
પોલીસના બીજા દરોડામાં વાંકાનેરના વીરપર ગામે દુધની ડેરીથી આગળની શેરીમાં દરોડો પાડી પોલીસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). અજય ઉર્ફે કુકો રૂપાભાઈ કાંગરેચા, ૨). બાબો બેચરભાઈ દેકાવાડીયા, ૩). બેચરભાઈ બચુભાઈ દેકાવાડીયા, ૪). વીજયભાઈ બેચરભાઈ દેકાવાડીયા અને ૫). કાળુભાઈ રણછોડભાઈ દેકાવાડીયાને રોકડ રકમ રૂ. 10,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS