Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાં જુગારની બે ક્લબ ઝડપાઇ, ત્રણ સ્થળોએ પોલીસના દરોડામાં 24 પત્તા...

    વાંકાનેર વિસ્તારમાં જુગારની બે ક્લબ ઝડપાઇ, ત્રણ સ્થળોએ પોલીસના દરોડામાં 24 પત્તા પ્રેમીઓ ઝડપાયાં….

    વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં મોરબી એલસીબી અને તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ જુગારના દરોડા પાડી ફેકટરીના ગોડાઉનમાં તથા વાડીની ઓરડીમાં ચાલતી બે જુગારની ક્લબ તથા અન્ય એક સ્થળએ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કુલ 24 પત્તા પ્રેમીઓને ઝડપી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    જુગારના પ્રથમ દરોડામાં મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર ઇમ્પેરીયલ્સ હોટલની બાજુમાં સેનીટેક સેનીટરીવેર (રાધે આર્ટસ)ના ગોડાઉનમાં આરોપી રાજેશભાઇ જીવરાજભાઇ મેંદપરાની જુગારની ક્લબમાં દરોડો પાડી ૧). આરોપી રાજેશભાઇ જીવરાજભાઇ મેંદપરા, ૨). ચંદ્રકાંતભાઇ બચુભાઇ સાદરીયા, ૩). દીપ્તેશભાઇ જગજીવનભાઇ વામજા, ૪). વાસુદેવભાઇ મગનભાઇ ગઢીયા અને ૫). રસીકભાઇ ચતુરભાઇ ઘેટીયા (રહે. તમામ મોરબી)ને તીનપતિનો જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. 6,04,500 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે અગાભી પીપળીયા ગામની બોળીયા સીમમાં આરોપી હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા પોતાની વાડીની ઓરડીમાં ચાલતી જુગારની ક્લબ પર દરોડો પાડી આરોપી ૧). હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, ૨). ક્રુષ્ણસિંહ ભુપતસિંહ જાડેજા, ૩). ગૌરવભાઇ નરોત્તમભાઇ રાજગોર, ૪). રૂષભભાઇ પ્રવીણભાઇ પાનસુરીયા, ૫). રાજેશભાઇ બચુભાઇ કાસુન્દ્રા, ૬). સામતભાઇ પાલાભાઇ બાળા, ૭). ઇસ્માઇલભાઇ જીવાભાઇ વકાલીયા, ૮). વીજયભાઇ ભગવાનભાઇ ભાણીયા, ૯). રાહીલભાઇ ગોવીંદભાઇ ભાણીયા, ૧૦). જયેશભાઇ હીરજીભાઇ પેઢડીયા, ૧૧). ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ જાડેજા અને ૧૨). હરેશભાઇ ઉર્ફે હકાભાઇ ચતુરભાઇ કલોલાને તીનપતિનો જુગાર રમતાં રોકડ રકમ રૂ. 4,80,000, 11 મોબાઇલ ફોન તેમજ એક ઇકો કાર સહિત કુલ રૂ. 6,69,500ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે કોટડા નાયાણી ગામે રામદેવપીરના મંદીર પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). સતાભાઇ કડવાભાઇ વરૂ, ૨). પરાક્રમસિંહ હાલુભા જાડેજા, ૩). યાકુબભાઇ બોદુભાઇ કાતીયાર, ૪). કાળુભાઇ દેવજીભાઇ રાઠોડ, ૫). કીરીટસિંહ પ્રવીણસિંહ જાડેજા, ૬). પ્રકાશભાઇ હશુભાઇ ધ્રાંગધરીયા અને ૭). રમજાનભાઇ અભરામભાઇ ઠેબાને તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. 27,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!