68મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2024 અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા બુધવારે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ લજાઈ – ટંકારા મુકામે યોજાઇ હોય, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 વિભાગમાં જિલ્લાની શાળાના રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં અંડર 17 દોડના ભાઈઓના વિભાગમાં એસ.એમ.પી. હાઈસ્કૂલના અનારે સંદીપ માનસિંગએ (ધોરણ 9) 3000 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં
પ્રથમ નંબર મેળવ્યો હતો જ્યારે અંડર 17 બહેનોના વિભાગમાં લધડ ખુશ્બુ મહેબુબભાઈ (ધોરણ 11) એ 400 મીટર દોડમાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી શાળા અને સમગ્ર વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. આ બંને ખેલાડીઓ આગામી દિવસોમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS