વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા આજરોજ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં દરોડા પાડી અલગ અલગ ત્રણ સ્થળોએથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપી પાડી હજારો લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપી પાડી હોય, જેમાં પ્રથમ વિરપર ગામે ધોરી તલાવડી તરીકે ઓળખાતી સીમમાં સરકારી ખરાબામાં ધમધમતી હિતેશભાઈ કરશનભાઈ ડાંગરેચાની દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ઠંડો તથા ગરમ આથો, દેશી દારૂ, ભઠ્ઠી સાધનો સહિત કુલ રૂ. 52,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો….
બીજા દરોડામાં પોલીસે વિરપર ગામમાં આરોપી ભાવેશભાઈ પ્રેમજીભાઈ દેકાવડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી સ્થળ પરથી ઠંડો તથા ગરમ આથો, દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 14,050ના મુદ્દામાલ સાથે આરોપી ભાવેશની ધરપકડ કરી હતી….
ત્રીજા દરોડામાં પોલીસે વિરપર ગામમાં આવેલા આરોપી રણજીતભાઈ ચતુરભાઈ દેકાવાડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી, સ્થળ પરથી ઠંડો તથા ગરમ આથો, દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 60,050 ના મુદ્દામાલ સાથે આરોપી રણજીતની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પોલીસે ત્રણેય જગ્યાએથી કુલ 4215 લીટર જેટલા દેશી દારૂના જથ્થાનો નાશ કરી ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47