મોરબી જિલ્લામાં આવતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન અને અને માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં હાલ પીએસઆઇ કક્ષાના અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, જેને ગુજરાત સરકાના ગૃહ વિભાગ દ્વારા અપગ્રેડ કરી આગામી દિવસોમાં આ ત્રણેય પોલીસ સ્ટેશનમાં પીઆઇ કક્ષના અધિકારીને જવાબદારી સોંપવામાં આવશે. જેમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં 200 બિન હથિયારી પીઆઇ, 300 બિન હથિયારી પીએસઆઈ, 280 બિન હથિયારી એએસઆઈ, 94 હથિયારી એએસઆઈ મળી કુલ 874 જગ્યા ઉમેરવા માટે 69 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે…
આ જગ્યાઓમાંથી ત્રણ પીઆઈને મોરબી જિલ્લામાં મુકવામાં આવશે, જેમાં તેઓને વાંકાનેર તાલુકા, ટંકારા અને માળિયા પોલીસ સ્ટેશનનું સુકાન સોંપવામાં આવશે. અત્યાર સુધી આ પોલીસ મથકોનું સુકાન પીએસઆઈ કક્ષાના અધિકારી સંભાળી રહ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લાને 5 પીએસઆઈ અને ત્રણ એએસઆઈ પણ ફાળવવામાં આવશે. મોરબીના આમરણ તેમજ માળિયાના નવલખી અને વવાણીયા આઉટ પોસ્ટમાં જ્યાં અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલને જવાબદારી સોંપવામાં આવતી હતી ત્યાં હવે એએસઆઈને જવાબદારી સોપાશે….