લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ફાયરિંગ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી જેવી અસમાજિક પ્રવૃતિમાં સંડોવાયેલ બે શખ્સોને પાસા વોરંટ તળે ડીટેઇન કરી બંને આરોપીઓને અલગ-અલગ જીલ્લાની જેલ હવાલે કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આગામી લોકસભા ૨૦૨૪ની ચુંટણી શાંતી પુર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસહિતાનો અમલ થાય તે હેતુથી મોરબી જીલ્લામાં અસમાજિક ત્તત્વો ઉપર અટકાયતી પગલા લેવાની સુચના અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ જાહેરમાં ફાયરીંગ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાની અસમાજિક પ્રવૃતિમાં સડોવાયેલ
૧). ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને ર). જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (રહે. બંન્ને અરણીટીંબા તા.વાંકાનેર) વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા તેમના તરફથી પાસા દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે બંને શખ્સોને ડીટેઇન કરી, પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ તથા સુરત જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…