અકસ્માત સર્જાતા ટાટા નેક્સન કારનો બુકડો બોલી ગયો, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા…
વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુર ઝડપે આવતી ટાટા નેક્સન કાર આગળ ટ્રક પાછળ ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં બે શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતી એક ટાટા નેક્સન કાર નં. GJ 05 RU 2685 આગળ ઉભેલા ટ્રક નં. MH 10 BT 9963 પાછળ ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં આ અકસ્માતના બનાવમાં બે શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેરની ખાનગી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65