શિક્ષણ મેળવવાનો મુખ્ય હેતુ વ્યક્તિત્વ ઘડતર અને સમાજમાં સારી રીતે જીવી શકાય તેવી રોજગારી પ્રાપ્ત કરવાનો હોય છે. જેમાં વાંકાનેરની એક માત્ર ગ્રાન્ટેબલ કોલેજ તરીકે છેલ્લા 54 વર્ષોથી કાર્યરત દોશી કોલેજના આ ઉમદા કાર્ય કરી રહી છે. જેમાં એશિયાની સૌથી મોટી કંપની ટાટા ગ્રુપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ -TCS દ્વારા દોશી કોલેજના બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર–૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ભરતી માટે ઈન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હોય, જેમાં વિવિધ પ્રકારની ટેસ્ટમાંથી પસાર થઈને કુલ 13 વિદ્યાર્થીઓની કંપની દ્વારા પસંદગી કરવામાં આવી છે…
TCS દ્વારા પસંદગી કરાયેલ વિદ્યાર્થીઓ…
૧). વ્યાસ હેલી યોગેશભાઈ
૨). સગર રક્ષિતા પંકજભાઈ
૩). ભટ્ટી રૂદ્રાક્ષી નવદીપસિંહ
૪). પંડયા ગોપી યોગેશભાઈ
૫). મારવિયા અસમાબાનું ગુલામહુસેન
૬). રાવલ કૃણાલ રાજેશભાઇ
૭). ત્રિવેદી શૈલ અમિતભાઈ
૮). રાઠોડ પંકજ દાનાભાઈ
૯). કડીવાર અઝીઝા યુસુફભાઈ
૧૦). મકવાણા નેન્સી બાવજીભાઈ
૧૧). ખાંડેખાં દર્શના હિતેશભાઈ
૧૨). બાદી લીઝા ઈબ્રાહીમ
૧૩). કણસાગરા ભાગ્યશ્રી મહાદેવભાઈ
ઉપરોક્ત વિદ્યાર્થીઓનું હજુ સેમેસ્ટર -૬ નું રીઝલ્ટ આવેલ નથી ત્યાં તેઓને જોબ મળી ગયેલ છે. આ માટે પ્લેસમેન્ટ સેલના નોડલ અધિકારીશ્રી ડૉ. મયુર એસ. જાની દ્વારા ઘણી જ મહેનત લેવામાં આવી હતી. પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓને શ્રી દોશી કોલેજના ટ્રસ્ટીઓ, સેક્રેટરી, આચાર્ય તથા સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65