અવારનવાર રજૂઆતો બાદ પણ પેધી ગયેલા અધિકારીઓ જવાબ ન આપતાં ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચક્કાજામની ચિમકી ઉચ્ચારી….
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામથી જાલીડા ગામ તરફ જતા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હોય, જેમાં કોન્ટ્રાકટર દ્વારા સીસી રોડનું કામ અધુરું મુકીને જતા રહેતા ગ્રામજનોને અધુરાં કામનાં કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ગ્રામપંચાયત દ્વારા અવારનવાર બાબતે જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કામ પુનઃ શરૂ ન થતા જાલસિકા-વસુંધરા ગ્રામ પંચાયત દ્વારા રાજકોટના અધિક્ષક ઇજનેર, પંચાયત વર્તુળ-૧ ને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક રોડનું કામ પુર્ણ કરવા રજૂઆત કરી હાઇવ ચક્કાજામની લેખિત ચિમકી ઉચ્ચારી છે…
બાબતે અધુરૂં કામ મુકનાર કોન્ટ્રાક્ટને તંત્ર દ્વારા થયેલ કામોના બિલની રકમ પણ ચુકવવામાં આવી હોય, બાબતે મુખ્યમંત્રી કાર્યાલય તેમૃ જવાબદાર તંત્રને લેખિતમાં ચાર માસ અગાઉ રજૂઆતો કરી હોવા છતાં પણ બાબતે આજસુધી તેની નોંધ સુદ્ધા લેવામાં આવતી ન હોય, જેનાથી કંટાળી ગ્રામજનો દ્વારા ટુંક સમયમાં જ તંત્ર દ્વારા રોડનું કામ પુર્ણ કરવામાં નહીં આવે તો હાઇવે ચક્કાજામની ચિમકી ઉચ્ચારી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47