વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના ટાઉનહોલ પાછળ મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન બપોરના સમયે શહેરના ટાઉનહોલ પાછળ મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ પર પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર છગનભાઇ પ્રાગજીભાઈ ખાંડેખા, રધુભાઈ અમરશીભાઈ સારદીયા અને મેહુલભાઈ વિનયચંદ્ર મારૂને રોકડ રકમ રૂ. 2230 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD