વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ભાવનગરના તળાજા વિસ્તારમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ તેજસિંહ રાવ (ઉ.વ. ૪૧, રહે. ભટવારા, રાજસ્થાન)ને ભાવનગરના તળાજા વિસ્તારમાં મહુવા-ભાવનગર રોડ પર આવેલ ચામુંડા હોટલ ખાતેથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD