જમીનમાં પથ્થર કાઢવા માટે બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા ચાર ખનીજ માફીયા રૂ. 1.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાં, બે ફરાર…
મોરબી એસ.ઓ.જી. ટીમ તથા વાંકાનેર ડીવાયએસપીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં દરોડો પાડી સરકારી ખરાબાની જમીનમાં પથ્થર કાઢવા માટે ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાની તૈયારી કરતાં ચાર ખનીજ માફીયાઓને 1161 કિલો એકસ્પ્લોઝીવના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેરના તરકીયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમાં મુન્નાભાઇ વલુભાઇ ભરવાડ પોતાના કબ્જામાં ગેરકાયદેસર એકસપ્લોઝીવનો જથ્થો રાખી, કોઇ પણ જાતની મંજુરી વગર સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય, જે બાતમીના આધારે વાંકાનેર ડીવાયએસપીની ટીમ સાથે એસ.ઓ.જી. ટીમે વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં દરોડો પાડી આરોપી ૧). મુન્નાભાઇ વલુભાઇ બાંભવા (ઉ.વ. ૩૬, રહે. તરકીયા), ૨). પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ (ઉ.વ. ૨૫, રહે. મેસરીયા),
૩). રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા (ઉ.વ. ૨૩, રહે. જાનીવડલા તા.ચોટીલા) અને ૪). રણુભાઇ બાલાભાઇ બાંભવા (ઉ.વ. ૨૩, રહે. તરકીયા)ને સ્થળ પરથી 1161 કિલો એકસ્પ્લોઝીવના મુદ્દામાલ સાથે તરકીયા ગામનાં સરકારી ખરાબાના સર્વે નં-૧૬૩/૧ પૈકી ૨૪ વાળી જમીનમાં આશરે ૫૭ જેટલા બોર કરેલ જે ૪૫ ફુટ ઉંડા કરી તે પૈકીના ૧૪ બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય તે દરમ્યાન રેઇડ કરી ચારે ઇસમોને રંગેહાથ ઝડપી પાડી તેની સામે આઇ.પી.સી કલમ ૨૮૬,૩૦૮ તથા એક્સપ્લોઝીવ એક્ટ કલમ ૯બી(૧-બી) તથા એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એકટ ૧૯૦૮ની કલમ ૪, ૬ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
આ સાથે જ આ બનાવમાં અન્ય આરોપી લોમકુભાઈ માનસીભાઈ ખાચર (રહે. મેસરીયા) અને દેવાયતભાઈ ડાંગર (રહે. બેટી, મોરબી) નું નામ સામે આવતાં તેની સામે પણ ગુનો નોંધી, સ્થળ પરથી ૧). BEEZAASAN EXPLOTECH PVT. LTD કંપનીના 83mm × 2.78 kgs ની જીલેટીન સ્ટીક નંગ 418 જેનો વજન 1161 કિલો (કિંમત રૂ. ૯૨,૭૯૬), ૨). ઇલેક્ટ્રોનીક ડીટોનેટર નંગ-૫૦ (કિંમત રૂ. ૭,૪૪૦), ૩). TLD વાયર નંગ-૫ (કિંમત રૂ. ૩૬૦૦) અને ૪). પાંચ મોબાઇલ (કિંમત રૂ. ૨૫,૦૦૦) સહિત કુલ રૂ. 1,28,836 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc