વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી ગુરૂવારે સ્ત્રી રોગ, બાળ રોગ તથા ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા આ તમામ પ્રકારના રોગો માટે નિઃશુલ્ક સારવાર તથા નિદાન કરવામાં આવશે, જેથી આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને સત્યમ્ હોસ્પિટલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે…
નિઃશુલ્ક નિદાન કેમ્પમાં ઉપલબ્ધ સારવાર….
👉🏻 સ્ત્રી રોગ તપાસ : અનિયમિત માસિક તથા સફેદ પાણી પડવું, માસીક દરમ્યાન વધારે પડતું લોહી વહેવું, માસીકના દિવસોમાં પેટમાં દુઃખાવો થવો તથા પેશાબમાં બળતરા થવી વગેરે…
👉🏻 બાળ રોગોની તપાસ : બાળકોને લગતા દરેક પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર…
👉🏻 ચામડીના રોગની તપાસ : ધાધર, ખરજવું, ખસ, કરોળિયો, એલર્જી ની સારવાર તથા ખરતા વાળ માટે સારવાર….
• કેમ્પની વિગતો •