વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સિરામિક કારખાનાના લેબર ક્વાટરમાં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કેમરાન સિરામીક કારખાનાના લેબર ક્વાટરમાં રહી કામ કરતા હેમંતભાઇ કબીરાજભાઈ બળતીયા (ઉ.વ. ૨૦)એ કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટરની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી તેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD