વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે એક ગૌવંશ પર જવલનશીલ પ્રવાહી ફેકી પશુ પ્રત્યે ક્રુરતા દાખવનાર બે શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના રામજી મંદિરના પૂજારી જીવણદાસ વિરદાસ મકવાણાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૦૮ ડિસેમ્બરના રોજ સાંજના સાડા આઠ વાગ્યે ખરાવાડના નાકા ડેડાની દેરી પાસે ઉભેલા એક ગૌવંશ(ખુંટીયા)ના પાછળના ભાગ પર,
આરોપી ઇલ્મુદ્દીન ઈબ્રાહીમભાઈ વકાલીયા તથા ઈસ્માઈલ જલાલભાઈ શેરસીયા નામના શખ્સોએ જવલનશીલ પ્રવાહી નાંખી ગૌવંશને ઇજાઓ પહોંચાડી હતી, જેથી પોલીસે આ બનાવમાં બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD