વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતો એક શ્રમિક યુવાન અચાનક લેબર ક્વાર્ટરના પહેલા માળેથી નીચે ફટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ ક્લેહાર્ટ સીરામીક કારખાનામાં કામ કરતા રાજેન્દ્રકુમાર મંગલકુમાર (ઉ.વ. ૪૦, મૂળ રહે રાજસ્થાન) નામનો શ્રમિક યુવાન કારખાનાના લેબર ક્વાર્ટરમાં પહેલા માળેથી નીચે પટકાતાં શરીરે ગંભીર ઇજાઓથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….