Monday, June 2, 2025
More
    HomeUncategorizedવાંકાનેરના રંગપર ગામ નજીક રેન્બો ફેબપેક નામના કારખાનામાં 15 વર્ષિય સગીર બાળકનું...

    વાંકાનેરના રંગપર ગામ નજીક રેન્બો ફેબપેક નામના કારખાનામાં 15 વર્ષિય સગીર બાળકનું ગરમ રોલર સાથે અથડાતા દાજી જવાથી કરૂણ મોત, જવાબદાર સામે કાર્યવાહી કરાશે ?

    મોરબી જિલ્લાના ઔધોગિક એકમોમાં મજુરી કરતા સગીર વયના બાળકોની સુરક્ષા અને શિક્ષણ મામલે તંત્ર ઉદાસીન, ગંભીર દુર્ઘટના બાદ કારખાનેદારો સામે કડક પગલાં લેવા માંગ….

    મોરબી જિલ્લામાં સિરામીક સહિતના ઔદ્યોગિક એકમોમાં ગુજરાતના તથા પરપ્રાંતિય સગીર શ્રમિક બાળકો મજૂરી કામ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આવા કિસ્સામાં સગીર બાળકોના શિક્ષણ અને સુરક્ષાની જવાબદારી મામલે તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું છે, જેના કારણે પરિવારની પરિસ્થિતિ સામે હારેલા અનેક નિર્દોષ બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આવો વધુ એક કિસ્સો વાંકાનેરના રંગપર ગામની સીમમાં આવેલ રેન્બો ફેબપેક નામના કારખાનામાં સામે આવ્યો છે, જેમાં 15 વર્ષીય સગીર બાળક કારખાનામાં ગરમ રોલર સાથે અથડાતા દાજી જવાથી તેનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે, જેથી આવા ગંભીર બનાવોમાં જવાબદાર કારખાનેદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નાગરિકોમાં માંગ ઉઠી રહી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ રેન્બો ફેબપેક એલએલપી નામના કારખાનામાં નોન વુવન કાપડના રોલના પટ્ટા પર પડી જતા રોલર સાથે અથડાતા જે રોલર ગરમ હોય, જેથી શરીર દાજી જતા કિરણ પર્વતભાઈ કટારા (રહે. મુળ હઠીપુરા, તા. સંત રામપુર, જી. મહીસાગર) નામના 15 વર્ષીય સગીર બાળકનું રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું, જેથી હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરવામાં આવી હોય, પરંતુ આવા ગંભીર બનાવોમાં નિર્દોષ સગીર બાળકોની માનવ જીંદગી મજુરી માટે હોમી દેનાર કારખાનેદારો સામે કડકમાં કડક દાખલ રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!