કોઇ અજાણ્યા શખ્સોએ પડતર દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાળેલ, લાંબા સમય બાદ દુકાનદારે તાળું ખોલતાં મામલો સામે આવ્યો….!
વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં સરકારી ખરાબામાં આવેલ પડતર પાન-માવાની એક દુકાનમાં કોઇ અજાણ્યા બુટલેગરો દ્વારા વિદેશી દારૂનો જથ્થો સંતાળી રાખ્યો હોય, જેમાં લાંબા સમય બાદ દુકાનદારે દુકાન ખોલતા તેમાંથી 564 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં એક્યુવીટ પ્લાસ્ટ નામના કારખાનાના સામે સરકારી ખરાબામાં ભરતભાઇ વીરાભાઇ સોનારા (રહે. ઠીકરીયાળી)એ બનાવેલ પાન-માવાની દુકાન લાંબા સમયથી બંધ હોય, જેમાં ગઇકાલે દુકાનદારે કોઇ કામસર દુકાન ખોલતા અજણ્યા બુટલેગરોએ દુકાનને વિદેશી દારૂનું ગોડાઉન બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું,
જેથી બનાવની જાણ થતાં તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરતાં દુકાનમાંથી 47 પેટી વિદેશી દારૂમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની 564 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 2,13,900)ની મળી આવી હતી. જેથી પોલીસે આ બનાવમાં અજાણ્યા બુટલેગર વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp