Sunday, February 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે આવતીકાલે બાબાસાહેબ આંબેડકરની 133 મી જન્મજયંતિની ઉજવણી કરાશે....

    વાંકાનેર ખાતે આવતીકાલે બાબાસાહેબ આંબેડકરની 133 મી જન્મજયંતિની ઉજવણી કરાશે….

    આંબેડકર ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ કરાશે, શહેરભરમાં ભવ્ય શોભાયાત્રા યોજશે….

    વાંકાનેર શહેર ખાતે આવતીકાલના રોજ બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં શહેરના કુંભારપરા ખાતે આંબેડકર ચોકમાં નવનિર્માણ પામેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ તથા શહેરભરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે…

    બાબતે પ્રાપ્ત માહિતી આવતીકાલ તા. 14 એપ્રિલ, રવિવારનાં રોજ ભારતનાં સંવિધાનનાં રચયિતા એવા ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે વાંકાનેર શહેર તથા તાલુકા અનુ. જાતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ સવારે 9 વાગ્યે શહેરના કુંભારપરા ખાતે આંબેડકર ચોકમાં બાબાસાહેબની નવનિર્માણ પામેલ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે,

    જે બાદ ભવ્ય શોભાયાત્રા અહીંથી શરૂ કરી, ભમરીયા કુવા, લક્ષ્મીપરા ચોક, ગ્રીનચોક, મેઈન બજાર, માર્કેટ ચોક, અમરસિંહ બાપુના સ્ટેચ્યુ થઈને બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચશે, જે શોભાયાત્રામાં જોડાવવા વાંકાનેર જયભીમ યુવા ગ્રુપ તેમજ અનુ. જાતિ સમાજ દ્વારા તમામ નાગરિકોને આહવાન કરવામાં આવ્યું છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!