વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન મેસરિયા ગામના બોર્ડ પાસેથી પોલીસે એક ઈસમને બે બોટલ વિદેશી દારૂ તેમજ પલાસ ચોકડી નજીકથી પોલીસે એક ઈસમને ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ બનાવમાં પોલીસે મેસરીયા ગામના બોર્ડ પાસેથી આરોપી દક્ષિત ઉર્ફે ધમો ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ. ૨૨, રહે. નાળીયેરી, ચોટીલા)ને બે બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૨૦૦) સાથે ઝડપી લીધો હોય જ્યારે બીજા બનાવમાં પોલીસે આરોપી સંજયભાઈ પ્રેમજીભાઈ કુણપરા(ઉ.વ. ૨૨, રહે. પલાસ, તા. વાંકાનેર) ને પલાસ ચોકડી પાસેથી ત્રણ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૩૦૦) સાથે ઝડપી પાડી બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….