વાંકાનેર શહેર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 422.76 લાખના ખર્ચે આત્યાધુનિક મોર્ડન સુવિધાસભર એસ.ટી બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જેનું આજે સ્થાનિક પ્રજા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં વાંકાનેર શહેરના નગરજનો તથા એસ.ટી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા….
લાંબા સમયની માંગણી બાદ વાંકાનેર વિસ્તારના નાગરિકોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મોર્ડન ઇન્ટીરીયર ડિઝાઇન સાથે પીઓપી, ઓનલાઈન રિઝર્વેશન, વિદ્યાર્થી પાસ, પૂછપરછ, દિવ્યાંગો માટે બેસવાની તેમજ યુરીનલ માટે અલગથી વ્યવસ્થા, બેબી ફીડીંગ રૂમ, વેઇટીંગ એરિયા, મહિલા સ્ટાફ રેસ્ટ રૂમ સહિતની સુવિધાઓ સાથે નિર્મિત નવા એસ.ટી. બસ સ્ટેન્ડનું શુક્રવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું…
વાંકાનેરના અદ્યતન બસ સ્ટેશનમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• પ્લેટફોર્મની સંખ્યા : ૮
• પ્લેટફોર્મનો વિસ્તાર ૧૨૫.૨૭ ચો.મી
• મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ
• કિચન સાથેની કેન્ટીન
• વોટર રૂમ
• પાર્સલ રૂમ
• ઇલેક્ટ્રિક રૂમ
• સ્ટોલ : ૪
• ડ્રાઈવર કંડકટર રેસ્ટ રૂમ
• વિકલાંગ મુસાફરો માટે વિશેષ શૌચાલય
• લેડિઝ રેસ્ટ રૂમ
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp