લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજથી આગ લાગતાં કુલ પાંચ ઇજાગ્રસ્તો પૈકી ત્રણના મોતથી અરેરાટી…
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા(ક્રેસ્ટોન) સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગત તા. ૦૯ ના રોજ ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં આગ લાગવાની ઘટના બની હોય, જેમાં કુલ પાંચ જેટલા મજુરોને ઈજાઓ પહોંચી હોય જે પૈકી અગાઉ એક બાદ વધુ બે શ્રમિક યુવાનોએ સારવાર દરમ્યાન દમ તોડી દેતાં કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા(ક્રેસ્ટોન) સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગત તા. ૦૯ ના રોજ સવારે રાંધણગેસ લિકેજથી રૂમમાં આગ લાગી હતી, જેમાં આશિષ પ્રેમલાલ બંજારા (ઉ.વ. ૨૦), રિતેશ ધર્મેન્દ્ર કુશવાહ(ઉ.વ. ૨૨), રાહુલ સુમ્મત બંજારા (ઉ.વ. ૧૯), વિકાસ પ્રેમકુમાર બંજારા (ઉ.વ. ૨૨), લક્ષ્મણ વિષ્ણુ કહાર ગંભીર રીતે દાજી જતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..
આ બનાવમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ આશિષ પ્રેમલાલ બંજારા (ઉ.વ. ૨૦)નું બુધવાર સાંજે સારવાર દરમિયાન મોત થયું હોય, જે બાદ બુધવારે મોડી રાત્રીના વિકાસ પ્રેમકુમાર બંજારા (ઉ.વ. ૨૨) અને ગુરૂવારે લક્ષ્મણ વિષ્ણુ કહારનું પણ સારવાર દરમ્યાન મોત થતાં આ બનાવમાં કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp