રાષ્ટ્રીય લેવલે NTA પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી મેડીકલમાં પ્રવેશ માટેની NEET- 2025 પરીક્ષાના ગઇ કાલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હોય, જેમાં સર્વશ્રેષ્ઠ પરિણામોની હારમાળાને વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલે યથાવત રાખી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધી મોડર્ન સાયન્સ સ્કૂલના એકસાથે 23-23 વિદ્યાર્થીઓ મેડીકલમાં પ્રવેશ પાત્ર બન્યા છે. જેમા 13-13 વિદ્યાર્થીઓ GMERS અને 10-10 વિદ્યાર્થીઓ SFI કોલેજોમાં એડમીશન મેળવી પોતાના ડોક્ટર બનવાના સ્વપ્નને સાકાર કરશે. આમ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં સૌથી વધુ 23-23 વિદ્યાર્થીઓ એકસાથે MBBS માં પ્રવેશ મેળવી ઇતિહાસ રચશે….
દર વર્ષની માફક આ વર્ષે પણ મોડર્ન સાયન્સ સ્કૂલે પોતાના સર્વશ્રેષ્ઠ પરિણામોની ગુણવત્તા જાળવી રાખી છે, જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી ચૌધરી શબીનાહએ 516 માર્કસ, ભાલારા નઇમએ 511 માર્કસ, બાદી ઇશરતબાનુંએ 507 માર્કસ, ચૌધરી ફૈઝાનએ 505 માર્કસ, તેમજ વકાલીયા સબનમએ પણ 500 માર્કસ મેળવેલ છે. આ સાથે જ શાળામાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓએ 400 થી વધુ ગુણ મેળવ્યા છે. NTA દ્વારા આ વર્ષે લેવાયેલ Examનું પેપર છેલ્લા દાયકાનું સૌથી અઘરુ પેપર હોવા છતા મોડર્ન સ્કૂલે સર્વશ્રેષ્ઠ પરિણામોની ગુણવત્તાને જાળવી રાખી છે…
ગત વર્ષ 2024 માં પણ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં એક માત્ર મોડર્ન સ્કૂલના 2-2 વિદ્યાર્થીઓએ ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવેલ તથા વાંકાનેર વિસ્તારમાં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓએ GMERS મેડીકલ કોલેજમાં તથા અન્ય ઘણા વિદ્યાર્થીઓએ SFI મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવેલ હતો….
બ્રાંચ – 1
ધી મોડર્ન સ્કૂલ
રાજાવડલા રોડ, વાંકાનેર
મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2