કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરઝાદા દ્વારા પીજીવીસીએલ રાજકોટ વિભાગના ચીફ એન્જિનિયરને લેખિતમાં રજૂઆત કરાઇ…
આગામી ચોમાસાની સિઝન પહેલા ખેડૂતોને પીજીવીસીએલને લગતી વિવિધ વિજ સમસ્યા બાબતે કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરઝાદા દ્વારા રાજકોટ વિભાગના ચીફ એન્જિનિયરને લેખિતમાં રજૂઆત કરી વાંકાનેર વિસ્તારના ખેડૂતોને પડતી સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવા માંગ કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ ચોમાસું પાક માટે ખેડૂતોએ તૈયારી શરૂ કરી છે,
ત્યારે વાંકાનેર વિસ્તારના અમુક ખેડુતોએ ખેતીવાડી વિજ કનેકશનોની નીયમ અનુસાર આધાર પુરવા સાથે માંગણીઓ કરી મળેલા કોટેશનની રકમો સમયસર લાંબા સમયથી ભરપાઇ કરેલ હોવા છતા તેમને લાઇન ઉભી કરાવાથી લઇ ટ્રાન્ફોરમર મુકવા તેમજ મીટરો પ્રોવાઇડ કરવા સુધીની તમામ કામગીરીઓમાં વિલંબ થતો હોવાથી ખેડૂતોના ચોમસુ પાક સામે ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આવા ખેડુતોના નવા કનેકશનો સત્વરે ચાલુ કરવા માટે જરૂરી સાધન સામગ્રી પુરી પાડવા અને ખેડુતોને સત્વરે વિજ કનેશન આપવા માંગ કરવામાં આવી છે…
આ સાથે જ ખેડુતોના ચાલુ ખેતીવાડી વિજ કનેકશનોમાં ટીસી બળી જવા તથા સર્વિસ બળી જવા જેવી ખામીઓની ફરિયાદ ખેડુતો સમયસર લખાવતા હોવા છતા લાંબા સમય સુધી તેનો નિકાલ થતો ન હોવાના કારણે ખેડુતોને પાકના પિયતમાં નુકસાની આવવાથી કિંમતી ખાતર અને બિયારણ બિગડી જવાના પ્રશ્નો ઉભા થાય છે, જેથી ખેડુતોની આવી ફરિયાદોનું વેહલી તકે નિવારણ થાય તે માટે જરૂરી ટેકનીકલ મરામત ટીમોની જોગાવાઇ કરી ખેડુતોના પ્રશ્ને નિકાલ કરવા તેમજ ખેડુતોના ખેતરોમાં અનેક જગ્યાએ ચાલુ વિજલાઇના તારો ઢીલા થવા, લટકી જવાની ફરિયાદોનો પણ નિકાલ કરવા માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65