મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનના ભાડામાં રેલ્વે તંત્ર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ કોરોનાકાળમાં મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેનને સ્પેશ્યલ ટ્રેનના નામથી ચાલુ કરી ભાડું બમણું કરી દેવાયું હોય, જે મુદ્દે અગાઉ સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ લોકસભા ચૂંટણી નજીક આવતા રેલ્વે તંત્ર દ્વારા અચાનક ભાડામાં ઘટાડો કરી જુના દર મુજબ મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન ભાડું ફક્ત રૂ. 10 કરી દેવામાં આવ્યું છે…
મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કોરોના પૂર્વે ભાડું 10 રૂપિયા વસુલવામાં આવતું હોય, જેમાં કોરોનાની પ્રથમ લહેર પછી લોકડાઉન દરમ્યાન આ ડેમુ ટ્રેન વ્યવહાર બંધ થઇ ગયા બાદ લોકોની માંગણીથી રાજકોટ ડિવિઝન દ્વારા ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. જો કે આ ટ્રેન સ્પેશ્યલ ટ્રેનના નામે શરૂ કરી રિઝર્વેશન ચાર્જ સાથે નવું ભાડું રૂ. 30 કરી દેવાયું હતુ.
આ મુદ્દે રેલ્વે વિભાગને અવાર-નવાર રજુઆતો બાદ લોકસભા ચૂંટણી નજીક આવતા મુસાફરોને ખુશ કરવા રેલ્વે તંત્ર દ્વારા અચાનક ભાડામાં ઘટાડો કરી પુનઃ જુના દર મુજબ હવેથી મોરબી-વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન ભાડું રૂ. 10 કરવાની જાહેરાત કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp