Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયને રદ કરવા વાંકાનેર...

    ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયને રદ કરવા વાંકાનેર યુવા કોંગ્રેસ અગ્રણી દ્વારા વડાપ્રધાને રજુઆત કરાઇ….

    ભારત સરકાર દ્વારા તાજેતરમાં મૌલાના આઝાદ ફાઉન્ડેશન ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે નિર્ણયને રદ કરવા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગ કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, દેશમાં લઘુમતીઓની શૈક્ષણીક, આર્થિક અને સામાજીક સ્થિતિને જાણવા જસ્ટિસ સચ્ચર સમિતીની રચના કરવામાં આવી હોય, જેના એહવાલમાં ફલિત થયું હતું કે, ભારતીય મુસ્લીમ અન્ય જાતીઓના પ્રમાણમાં સૌથી પછાત સ્થિતીમાં છે.

    જે રીપાર્ટના ગંભીર તારણો ને ધ્યાનમાં રાખી, જે તે સમયે મૌલાના આઝાદ ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી હોય, જેનો મુખ્ય આશય લઘુમતી સમુદાયના શૈક્ષણીક ઉત્થાન માટે તેમજ લધુમતી મુસ્લીમ સમાજ શૈક્ષણીક અને આર્થિક રીતે મજબુત થઈ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનાવવાનો હોય, જેમાં હાલ આ ફાઉન્ડેશન દ્વારા ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓ, યુનીવર્સીટી ગ્રાન્ટ કમીશન તેમજ તબીબ સંસ્થાઓને આર્થિક રીતે સહાયરૂપ તથા લઘુમતી વિધાર્થીઓને મોટી સંખ્યામાં શિષ્યવૃતિ આપવામાં આવી રહી છે,

    ત્યારે આ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી તમામ લધુમતી વિધાર્થીઓને રાષ્ટ્રના નિર્માણમાં આગળ આવવાના પ્રયાસો પર અસર પડશે અને સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુસ્લીમ સમુદાયના હીતોથી વીપરીત છે, સત્તાધીશોની જવાબદારી છે કે દેશના તમામ વર્ગોનું કોઈપણ ભેદભાવ વગર સમાન સ્તરે વિકાસ થાય જેથી મૌલાના આઝાદ એજયુકેશન ફાઉન્ડેશનને બંધ કરવાના આદેશને તાત્કાલીક અસરથી પરત ખેંચવા માંગ કરવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!