રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ગઇકાલ સાંજે વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા બાવા દરગાહની 101માં ઉર્ષના મોકા પર મુલાકાત લઈ તાજેતરમાં જ વફાત થયેલ પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી….
આ સાથે જ દરગાહની મુલાકાત બાદ પરેશ ધાનાણી દ્વારા શહેર નજીક આવેલ વેલનાથ બાપુ – માંધાતા બાપુ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં મંદિર પરિસરમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ સાથે વાંકાનેર કરણી સેનાના અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અહીં પહોંચી પરેશ ધાનાણીનું ફુલ-હારથી સન્માન કરતા રાજકીય હલચલ તેજ બની છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65