Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાંથી 16 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ...

    વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાંથી 16 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર….

    વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના લાકડધરા ગામની સીમમાં ઢુવા-માટેલ રોડ પર દરોડો પાડી 16 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો હતો, જ્યારે આ બનાવમાં અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બંને સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં ઢુવા-માટેલ રોડ ઉપર આવેલ આઈકા સિરામિક નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે આરોપી કાનાભાઈ મેરાભાઈ ટોટા (ઉ.વ‌. ૨૪, રહે.માટેલ શીતળાધાર, વાંકાનેર)ને 16 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 3900) સાથે ઝડપી લીધો હતો.

    જે બાદ આરોપીની પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો તેણે આરોપી મુકેશભાઈ રાણાભાઈ ડાભી (રહે. માટેલ, તા. વાંકાનેર) પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા પોલીસે બંન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!