 વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ એક સીરામીક ફેક્ટરીમાં કામ કરતા યુવાનને અચાનક કોઈ કારણોસર વિજશોક લાગતાં તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ રેડ સ્ટોન ગ્રેનાઇટો સિરામિક ફેકટરીમાં કામ કરતાં ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી (ઉ.વ. 40, રહે. લાલપર, તા. મોરબી) નામના યુવાનને વિજશોક લાગતાં બેભાન હાલતમાં સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…