Wednesday, September 18, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કોઠારીયા ગામે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો...

    વાંકાનેરના કોઠારીયા ગામે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો, રૂ. 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત….

    મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂ-બિયરની હેરાફેરી કરતાં બુટલેગરની કારમાંથી 264 બોટલ વિદેશી દારૂ તથા 96 નંગ બિયરના ટીન ઝડપી લીધા, આરોપી ફરાર….

    મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ એક હ્યુન્ડાઈ એક્સન્ટ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 264 નંગ વિદેશી દારૂની બોટલો તથા 96 નંગ બિયરના ટીન ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતાં તેને ફરાર દર્શાવી કુલ રૂ. 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા પોતાની કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય અને હાલ તેની કાર કોઠારીયા ગામે કાળા કુવાની સામે શેરીમાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ હ્યુન્ડાઈ એક્સન્ટ કાર નં. GJ 36 L 8269 માંથી અલગ અલગ બ્રાન્ડની 264 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. ૧,૦૧,૮૨૦) તથા 96 નંગ બિયરના ટીન (કિંમત રૂ. ૯,૬૦૦) મળી આવ્યા હતા,

    જેથી પોલીસે આ બનાવમાં સ્થળ પરથી વિદેશી દારૂ તથા કાર સહિત કુલ રૂ. 5,11,420 નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર હાજર નહીં મળી આવેલ આરોપી પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!