વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના પલાસ ગામે આવેલ સેટાણીયા પરિવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પત્તા પ્રેમીઓ પર દરોડો પાડી ત્રણ શખ્સોને રોકડ રકમ રૂ. 68,600ના મુદ્દામાલ સાથે રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડી ત્રણેય સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેરના પલાસ ગામ ખાતે આવેલ સેટાણીયા પરિવારના મઢ સામે શેરીમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા જગદીશભાઈ કરમશીભાઇ કુણપરા(ઉ.વ. ૫૦), જગાભાઈ કાળુભાઈ કુણપરા (ઉ.વ. ૪૪) અને અલ્પેશભાઈ રણછોડભાઈ ધરોડીયા (ઉ.વ. ૩૩) ને રોકડ રકમ રૂ. 61,600 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp
Pl