ભારત સરકાર દ્વારા કેરળની એક્સપોઝર મુલાકાત માટે જીલ્લામાંથી હંસાબેન પારઘી અને જીજ્ઞાશાબેન મેરનો સમાવેશ….
ભારત સરકાર દ્વારા ગુજરાતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની કેરળ રાજ્યની કેરળ ઇન્સ્ટીટ્યુટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન (કિલા)-થ્રિસુર ખાતેની એક્સપોઝર મુલાકાત હાલ ચાલું હોય, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પ્રદેશ દ્વારા સુચિત ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જીલ્લા પંચાયત પ્રમુખો જોડાયેલા છે. ત્યારે મોરબી જિલ્લામાંથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર કેરળ રાજ્યમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય, જે મહિલા સશક્તિકરણનું સૌથી ઉમદા ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L