વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરની ખોજાખાના શેરીમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાશભાગ મચી હતી, જેમાં પોલીસે ચાર પત્તાપ્રેમીઓને જુગાર રમતા ઝડપી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરની ખોજાખાના શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સમીરભાઈ ઈસ્માઈલભાઈ શેખ(ઉ.વ. ૧૮, રહે. સીટી સ્ટેશન), અલીઅસગરભાઈ ઉસ્માનભાઈ શેખ(ઉ.વ. ૧૯, રહે. સીટી સ્ટેશન), અજયભાઇ બાબુભાઈ નાકીયા(ઉ.વ. ૨૦, રહે. કુંભારપરા)અને ઇલીયાસભાઈ અદ્રેમાનભાઈ રફાઇ(ઉ.વ. ૨૮, રહે. ખોજાખાના શેરી)ને રોકડ રકમ રૂ. 11,670 સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp