દુકાન બહાર મિસ્ત્રીકામ કરતાં યુવાનને ‘ પ્લાયની રજ મારી દુકાનમાં આવે છે ‘ તેમ કહીં આરોપી પિતા-પુત્રએ માથામાં લાકડી ફટકારી….
વાંકાનેરના ચંદ્રપુર નજીક આવેલ બે દુકાનોના પાડોશી સામાન્ય બાબતમાં બાખડયા હતા, જેમાં પોતાની દુકાન બહાર પ્લાય કાપતા યુવાન પર પાડોશી પિતા-પુત્રએ ‘ તારી પ્લાયની રજ મારી દુકાનમાં આવે છે ‘ કહી જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી માથામાં લાકડી ફટકારી લેતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના સિંધાવદર કાસમપરા ખાતે રહેતા ફરિયાદી તોફીકઅખ્તર અલીભાઈ માણસીયાએ વાંકાનેર સીટી પોલીસમાં તેમની ચંદ્રપુર નજીક એગ્રી બિઝનેસ સેન્ટરની બાજુમાં આવેલ ડીઝીટલ પ્લાય દુકાનના પાડોશી આરોપી ભુપેન્દ્રભાઈ ચંદુભાઈ કુમખાણીયા અને ચંદુભાઈ રામજીભાઈ કુમખાણીયા (રહે. બંને જીનપરા, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે,
ફરિયાદી પોતાની દુકાન બહાર પ્લાય કટીંગ કરતાં હોય, ત્યારે તેના પાડોશી પિતા-પુત્ર ત્યાં આવી ‘ તારી પ્લાયની રજ મારી દુકાનમાં આવે છે ? ‘ તેમ કહી જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ફરિયાદીને માથામાં લાકડી ફટકારી લીધી હતી, જેથી આ બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS