વાંકાનેર નગરપાલિકામાં હંગામી સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતી એક મહિલાને શહેરના જીનપરામાં સફાઈ કરતી વેળાએ એક શખ્સએ ‘ તું બરાબર સફાઇ નથી કરતી ‘ તેમ કહી મહિલા સાથે ઝપાઝપી કરી, ગાળો આપી લાકડી વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ મામલે પોલીસે મહિલાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં મેહુલ ટેલિકોમ સામેની શેરીમાં વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કામદાર શારદાબેન ચેતનભાઈ ચૌહાણ પોતાનું કામ કરતા હોય, ત્યારે અહીં આરોપી સવજીભાઈ જેઠાભાઇ સારેસા(રહે. આરોગ્યનગર)એ શારદાબેનને ‘ તું અહીં બરાબર સફાઈ કરતી નથી ‘ તેમ કહી ગાળો આપી, ઝપાઝપી કરી લાકડી વડે આડેધડ મૂંઢ માર મારતાં બાબતે મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૧૮૬ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65