Tuesday, February 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ઉછીના પૈસા પરત નહીં કરતા યુવાનનું કારમાં અપહરણ કરી બેફામ...

    વાંકાનેર : ઉછીના પૈસા પરત નહીં કરતા યુવાનનું કારમાં અપહરણ કરી બેફામ માર મારતાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો….

    ઢુવા ચોકડી ખાતેથી બે શખ્સો કારમાં અપહરણ કરી લઇ જતા રસ્તામાં પોલીસે યુવાનને છોડાવ્યો….

    વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક કટલેરીની દુકાન ચલાવતા એક વેપારી પાડોશી પાસેથી રૂ. 53,000 ઉછીનાં લીધા હોય, જે પૈસા પરત ન કરતા આ બાબતનો ખાર રાખી બે શખ્સોએ ઢુવા ચોકડી નજીકથી યુવાનનું કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ માર મારી પૈસાની ઉઘરાણી કરી પરત ફરતાં રસ્તામાં જ પોલીસનો ભેટો થઈ જતાં પોલીસે યુવાનને બચાવ્યો હતો, જે બાદ આ બનાવ મામલે પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક જય અંબે કટલેરી સ્ટોર ચલાવતા વેપારી યુવાન ગીરીશભાઈ મહેશભાઈ મોહેનાની (ઉ.વ. ૩૪, રહે. મકનસર, મોરબી) એ તેની પાડોશમાં દુકાન ચલાવતા આરોપી રણજીત સોમાભાઈ કોળી(રહે. ઢુવા) પાસેથી આઠેય મહિના પહેલા હાથ ઉછીના કુલ રૂ. ૫૩,૦૦૦ લીધેલ હોય, જેમાં રોજના એક હજારના હપ્તેથી રૂ. ૮,૦૦૦ પરત કર્યા બાદ સતત ત્રણ મહિના સુધી દુકાને નહી જતાં બીજા પૈસા પરત નહીં કરી શકતા, આ બાબતે ફરિયાદી યુવાનની દુકાન ચલાવતી સાહેદ મોનીકાબેન પાસે આરોપીએ પૈસાની ઉઘરાણી કરી અવારનવાર ધમકી આપતા હોય,

    જે બાદ ગઇકાલે યુવાન તેની દુકાને ગયેલ હોય અને ત્યાંથી ઢુવા ચોકડીએ ચા પી પરત ફરતો હોય ત્યારે આરોપી નીલેશભાઈ સોમાભાઈ કોળી (રહે. ઢુવા) અને જયસુખ મનસુખભાઇ લીંબડીયા (રહે. કોયડા, સુરેન્દ્રનગર)એ ઢુવા ચોકડીથી યુવાનનું કાળા કલરની કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ માર મારી, પૈસાની ઉઘરાણી કરી ખીસ્સામાંથી રૂ. ૧૫૦૦ પડાવી લીધા હતા. જે બાદ કાર મેસરીયા રોડ પહોંચતા પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ત્રણેય શખ્સોને પોલીસે સ્ટેશન ખાતે લઇ આવેલ.

    જે બાદ આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી રણજીત સોમાભાઈ, નીલેશભાઈ સોમાભાઈ અને જયસુખ મનસુખભાઇ લીંબડીયા સામે આઇપીસી કલમ 386, 387, 365, 323, 506(2), 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!