પેસેન્જર ભરવા બાબતે ત્રીજી વખત ડખ્ખો થયો, રોજબરોજ થતી મારકુટથી કાયદો વ્યવસ્થાના લીરેલીરા….
વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી ત્રણ શખ્સોએ મળી યુવાન પર હુમલો કરી બેફામ માર મારી ટાંટીયા ભાંગી નાંખવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં આ બનાવમાં અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય, ફરી આ જ ઝઘડામાં ધોકા ઉડતા હાઇવે ચોકડી ખાતે પોલીસની નજર સામે જ કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા ખાતે રહેતા ફરિયાદી ફેજલભાઈ હુશેનભાઈ પીપરવાડીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી બાબુભાઇ સરૈયા અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાની ઇકો કારમાં જીનપરા જકાતનાકા ખાતે પેસેન્જરની રાહમાં બેઠો હોય ત્યારે,
ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ત્યાં આવી અગાઉ ઇકો કારમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ માથાકુટનો ખાર રાખી કુંડલિવાળી લાકડી તથા છરી વડે હુમલો કરી બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડી બંને પગ ભાંગી નાખ્યા હતા, જેથી આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc