વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં લુણસર રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ નજીક લુણસર રોડ ઉપર આવેલ બ્લીઝર્ડ સીરામીક ફેકટરીમાં કામ કરતા ઉમેશભાઇ પંચુરામભાઇ આહિરવાલ નામના શ્રમિકનો હાથ કામ કરતા કન્વેયર બેલ્ટમાં આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp