વાંકાનેરના શિક્ષણ જગતમાં સતત ઉભરતી એવી ગુજરાતી માધ્યમ શાળા જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દિનપ્રતિદિન શિક્ષણ સાથે દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધી રહ્યા છે, ત્યારે જવાહર નવોદયની મહત્વની પ્રવેશ પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાંથી કુલ આઠ વિદ્યાર્થીઓ જ પાસ થયા હોય, તેમાંથી એક વિદ્યાર્થી વાંકાનેરની જ્યોતિ વિદ્યાલય ખાતે ધોરણ ૦૮ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જાડેજા ધ્રુવરાજસિંહ હરિશ્ચંદ્રસિંહ એ પણ સફળતા પુર્વક જવાહર નવોદયની પરિક્ષા પાસ કરી પ્રવેશ પાત્ર બન્યો છે.
આ તકે વિદ્યાર્થીના વાલીએ પુત્રની સફળતાનો શ્રેય જ્યોતિ વિદ્યાલયની ટીમને આપતા જણાવ્યું હતું કે, શાળા દ્વારા ઉમદા શૈક્ષણિક કાર્ય સાથે દરેક વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવા સતત પ્રયત્નો કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દિનપ્રતિદિન દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ મારો પુત્ર ધ્રુવરાજસિંહ જાડેજા બન્યો છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc