વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા સાત મોબાઇલ ફોનને પોલીસ દ્વારા CEIR એપ્લિકેશનની મદદથી શોધી કાઢી તમામ ફોનને તેના મુળ માલીકને પરત કરી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ‘ પોલીસ પ્રજાનો મિત્ર ‘ સુત્રને સાર્થક કરી બતાવ્યું છે…
બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા CEIR એપ્લીકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલ મોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેશનનું રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી લોકોના ખોવાયેલ કુલ રૂ. ૧,૨૦,૦૦૦ ની કિંમતના સાત મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત સોંપી ‘ તેરા તુજકો અર્પણ ‘ તથા ‘ પોલીસ પ્રજાનો મિત્ર ‘ સુત્રને સાર્થક કર્યું છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભરગા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, કો. જયદીપસિંહ જાડેજા, મહિલા કો. હંસાબેન પાપોદરા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc