વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની સીમમાં આવેલ વાડીના શેઢે ઢોર બંધવાની ના કહેતા ખેડૂત પર વાડીના પાડોશી એવા સગા ભાઈ, ભાભી અને ભત્રીજાએ ધારીયા વડે હુમલો કરી માર મારતાં ઇજાગ્રસ્ત ખેડૂતે ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ ખાતે રહેતા ફરિયાદી ચતુરભાઈ તેજાભાઈ જીંજરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી એવા સગાભાઈ સોમાભાઇ તેજાભાઈ જીંજરીયા, ભત્રીજા સંજય સોમાભાઇ જીંજરીયા અને ભાભી પાચુબેન સોમાભાઇ જીંજરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ ફરિયાદીની વાડીના શેઢે ઢોર બાંધતા હોય,
જેને ઢોર બાંધતાની ના પાડતાં આ બાબતનું સારૂ નહીં લાગતા ત્રણેય શખ્સોએ ફરિયાદી પર ધારીયા વડે હુમલો કરી માર મારી ઇજા પહોંચાડતા બાબતે આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાર સંહિતાની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૫૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc