વાંકાનેર વિસ્તારમાં દારૂની રેલમછેલ કરવા માટે મંગાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાના કટીંગ સમયે પોલીસ ત્રાટકી હતી, જેમાં જાલીડા ગામની સીમમાં ગેસના ટેન્કરમાંથી વિદેશી દારૂના કટીંગ સમયે મોરબી એલસીબીએ ત્રાટકી અને કુલ 8,004 બોટલ વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ વાહનોને ઝડપી પાડી લીધા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ હોટલ દ્વારકાધીશ પાછળ પડતર ખરાબા ખાણ વિસ્તારમાં ગેસના ટેન્કરમાંથી અલગ અલગ વાહનોમાં થતાં દારૂના કટીંગ સમયે દરોડો પાડી 667 પેટી વિદેશી દારૂની જેમાંથી કુલ 8004 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 32,86,800)તેમજ એક ગેસ ટેન્કર, બે બોલેરો પીકઅપ વાહન સહિત કુલ રૂ. 58,86,800 નો મુદ્દામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD