વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા ગઇકાલે વાંકાનેર વિસ્તારમાંથી બે અલગ અલગ વિદેશી દારૂના રેઇડ કરી હોય જેમાં જામસર ગામની નિશાળ પાછળ ખરાબામાંથી પોલીસે એક શખ્સને 77 પાઉચ વિદેશી દારૂ તથા ચંદ્રપુર નજીકથી એક બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જામસર ગામની નીશાળ પાછળ ખરાબામાંથી આરોપી મુકેશભાઈ રાણાભાઈ ડાભી (ઉ.વ. ૨૫, રહે. શિતળાધાર, માટેલ) ના કબ્જામાંથી 77 નંગ વિદેશી દારૂના પાઉચ (કિંમત રૂ. 7,700) ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સિટી પોલીસ ટીમે ચંદ્રપુરના નાલા પાસેથી આરોપી મહેશભાઈ કેસુભાઈ પરમાર (ઉ.વ. ૨૪, રહે. કેરાળા) ને ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની એક બોટલ (કિંમત રૂ. ૩૭૫) સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc