વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હાઇવે પર જડેશ્વર-૨ ચેમ્બર ખાતે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાશભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હાઇવે પર જડેશ્વર ચેમ્બર-૨માં આવેલ ન્યુ અક્ષર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સુભાષભાઈ ગોવિંદભાઈ લોખિલ, કાર્તિકભાઈ ભગવાનજીભાઈ કુણપરા,
જુગલભાઈ ડાયાભાઈ ધરોડીયા, હીરેનભાઈ જીવરાજભાઈ ધરોડીયા, મીરીનભાઈ, કુલદીપભાઈ સહિત છ શખ્સોને રોકડ રકમ રૂ. 1,37,500 તથા મોબાઇલ ફોન તથા વાહન સહિત કુલ રૂ. 2,27,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp