વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં આજરોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકોએ વનની મુલાકાત લઇ વનનું માનવ જીવનમાં મહત્વ વિશે સમજ મેળવી હતી. આ સાથે જ વન દ્વારા વરસાદ થીમ પર વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વૃક્ષ મારો મિત્ર તથા વૃક્ષ છે તો જન છે ની સમજ આપતા નાટકો રજૂ કરી તથા વનમાં વૃક્ષોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી મૂળ, થળ, ડાળ, પાંદ, પ્રકાંડ, પુષ્પદંડ, ફળ વગેરેની બાળકોએ સમજ મેળવી હતી….
આ સાથે જ સમગ્ર માનવજાત માટે વનનું અને વૃક્ષનું જે મહત્વ છે તેની વિસ્તાર પૂર્વક ચર્ચા કરી “વિશ્વ વન દિવસ” નિમિત્તે વનને બચાવવા માટેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા…
સમગ્ર મોરબી જિલ્લામાં ગુણોત્સવ ગ્રેડમાં 4 અંકની કાનપર પ્રાથમિક શાળામાં વિશ્વ વન દિન નિમિત્તે શિક્ષકોના સાથ સહકારથી બાળકોને વન વિશે ખૂબ ઊંડાણપૂર્વકની સમજ અને પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો. સાથે જ શાળામાં ઉજવાતા વિવિધ દિવસોની ઉજવણીના બ્લેકબોર્ડ, ચિત્રો, લખાણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રવૃતિઓ થકી શાળા દ્વારા બાળકના અંદર રહેલી વિવિધ શક્તિઓને બહાર લાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના હોનહાર આચાર્ય શાહબુદ્દીન બાદી અને તેમની ટીમએ ભારે જેહમત ઉઠાવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp